દિવાળીના તહેવાર દરમિયાન અકસ્માત અને આગની ઘટનાઓમાં વધારાને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં 108 એમ્બ્યુલન્સ અને 112 પોલીસ ઇમરજન્સી સેવાઓ હાઈએલર્ટ પર મૂકવામાં આવી છે. રાજ્યભરમાં 800 જેટલી એમ્બ્યુલન્સ અને 38 ICU એમ્બ્યુલન્સ ચોવીસ કલાક તૈનાત રહેશે. ગત વર્ષોના આંકડા મુજબ દિવાળીના દિવસે અંદાજે 6,111 ઇમરજન્સી કેસ નોંધાઈ શકે છે, જે સામાન્ય દિવસ કરતાં 29 ટકા વધુ છે.
દિવાળીએ 108 અને 112 સેવાઓ હાઈએલર્ટ પર
Source: Gujarat First