પશ્ચિમ બંગાળના ખડગપુર રેલવે સ્ટેશન પર GRPએ પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ યુવકની અટકાયત કરી તેના બેગમાંથી રૂ. 1.40 કરોડની રોકડ જપ્ત કરી છે. પ્લેટફોર્મ નંબર 7 પરથી પકડાયેલો રાહુલ સોની (36) હાવડાનો રહેવાસી છે અને ટાટાનગરથી હાવડા જતી જનશતાબ્દી એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યો હતો. રોકડના સ્ત્રોત અંગે કોઈ માન્ય દસ્તાવેજ ન હોવાથી પોલીસે તેની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.
ખડગપુરમાં યુવકના બેગમાંથી રૂ. 1.40 કરોડ રોકડ જપ્ત
Source: Gujarat First