ગીર સોમનાથના ઉનામાં વડલા પોલીસ ચોકીમાં તપાસ અર્થે લાવવામાં આવેલા પોક્સો કેસના આરોપીએ ચોકીના બાથરૂમમાં ઝેરી દવા ગટગટાવી હતી. તબિયત લથડતાં તેને પહેલા ઉનાની ખાનગી હોસ્પિટલમાં અને પછી વધુ સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડાયો છે. આરોપી પાસે ઝેરી દવા ક્યાંથી આવી અને તેણે આ પગલું કેમ ભર્યું, તેનો ખુલાસો થયો નથી.
પોક્સો આરોપીએ પોલીસ ચોકીના બાથરૂમમાં ઝેરી દવા પીધી
Source: Gujarat First