રાજકોટમાં એક યુવતીએ તેના સગા માસા સામે 11 વર્ષ સુધી બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. ધોરાજીમાં 8 વર્ષની વયે નવરાત્રી દરમિયાન અડપલાથી શરૂ થયેલી ઘટના ડરાવી-ધમકાવીને ચાલુ રહી હતી. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ઝીરો નંબરથી ફરિયાદ નોંધાઈ છે અને આરોપી માસા સામે પોક્સો સહિતની કલમો લગાવાઈ છે. ગુનાની શરૂઆત ધોરાજીમાં થયેલી હોવાથી ફરિયાદ ત્યાં ટ્રાન્સફર થવાની શક્યતા છે.
રાજકોટમાં યુવતી પર સગા માસાનો 11 વર્ષ સુધી બળાત્કાર
Source: Aajkaal Gujarati