રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ધનતેરસથી દિવાળી કાર્નિવલનો રંગારંગ પ્રારંભ થયો છે. આજે સાંજે ૭ કલાકે માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભવ્ય આતશબાજી અને લેસર શો યોજાશે, જે નિહાળવા કોઈ પાસ જરૂરી નથી. રેસકોર્ષ રિંગ રોડ પર પાંચ દિવસનો ફૂડ ફેસ્ટિવલ પણ શરૂ થયો છે, જ્યારે ૭ અને ૮ નવેમ્બરે ટેબ્લો કાર્નિવલ યોજાશે.
રાજકોટમાં ધનતેરસથી દિવાળી કાર્નિવલનો પ્રારંભ
Source: Aajkaal Gujarati