બલૂચિસ્તાનના લાસબેલા જિલ્લાના ઓથલમાં ગયા વર્ષે થયેલી 20.20 કરોડ પાકિસ્તાની રૂપિયાની બેંક લૂંટમાં પોલીસે લગભગ દોઢ વર્ષ બાદ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ સુરક્ષા દળોનો ગણવેશ પહેરીને લૂંટને અંજામ આપ્યો હતો અને પુરાવા નષ્ટ કરવા વાહન સળગાવી દીધું હતું. પોલીસના જણાવ્યા મુજબ, પાંચ આરોપીઓ લાસબેલા યુનિવર્સિટી ઑફ મરીન સાયન્સના વિદ્યાર્થીઓ હતા.
બલૂચિસ્તાનમાં 20 કરોડની બેંક લૂંટ, ત્રણ વિદ્યાર્થી ઝડપાયા
Source: BBC Gujarati