વડોદરાના યુવકને કેનેડામાં નોકરી અપાવવાની લાલચ આપી બે શખ્સોએ ₹1.10 લાખ પડાવ્યા અને અસલ પાસપોર્ટ લઈ લીધો. VFS સેન્ટરે દસ્તાવેજો નકલી જાહેર કર્યા બાદ પાસપોર્ટ પરત આપવા ₹2 લાખની માગણી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આકાશ જાની અને પાર્થ મુલાણી વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
કેનેડા નોકરીના નામે વડોદરાના યુવક સાથે ₹1.10 લાખની ઠગાઈ
Source: Mantavya News