ઇંગ્લેન્ડના જો રૂટ વિશ્વના એકમાત્ર ક્રિકેટર છે જેણે પોતાની 98, 99 અને 100મી ટેસ્ટ મેચમાં સદી ફટકારી છે. 2021માં શ્રીલંકા સામે 98મી અને 99મી ટેસ્ટમાં સદી ફટકાર્યા બાદ ભારત સામે 100મી ટેસ્ટમાં 218 રનની ઇનિંગ રમીને ઇતિહાસ રચ્યો હતો. તે 100મી ટેસ્ટમાં ડબલ સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો છે.
જો રૂટનો અનોખો રેકોર્ડ: 98, 99 અને 100મી ટેસ્ટમાં સદી
Source: News18 Gujarati