દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અડધું ચોમાસું વીતી જવા છતાં વરસાદની ભારે ઘટને કારણે ખેડૂતોએ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગણી કરી છે. ખેડૂતોનું કહેવું છે કે જમીનમાં તણખલુંય ઊગ્યું નથી અને પાક નિષ્ફળ ગયો છે. તેઓએ 'સૌની' યોજના હેઠળ નર્મદાનું પાણી છોડવા, પાકધિરાણ માફ કરવા અને ઘાસચારા કેન્દ્રો શરૂ કરવાની માંગ કરી છે.
દેવભૂમિ દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ
Source: BBC Gujarati