પનામાના ધ્વજવાળું કાર્ગો જહાજ 'ઓસિયન વિનર' શનિવારે બંગાળની ખાડીમાં ઓડિશાના પારાદીપ કિનારાથી લગભગ 240 નોટિકલ માઈલ દૂર ડૂબી ગયું. જહાજમાં 24 ક્રૂ સભ્યો હતા, જેમાં 20 ચીની, ત્રણ મ્યાનમારના અને એક બાંગ્લાદેશી નાગરિકનો સમાવેશ થાય છે. બે લોકોને બચાવી લેવાયા છે જ્યારે બાકીના ગુમ છે. ભારતીય કોસ્ટ ગાર્ડ અને નૌકાદળે બચાવ કામગીરી શરૂ કરી છે.
ઓડિશા પાસે કાર્ગો જહાજ ડૂબ્યું, બે બચાવ્યા
Source: BBC Gujarati