અમરાવતી જિલ્લાના ડોમા ગામની આશ્રમશાળામાં ભૂત દેખાયાની અફવાથી 606 વિદ્યાર્થીઓ ઘરે પરત ફર્યા છે. છોકરીઓ અચાનક હસવા-રડવા અને ચીસો પાડવા લાગતાં ભય ફેલાયો હતો. અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિએ અપૂરતી સુવિધાઓ અને ગૂંગળામણભર્યા વાતાવરણને કારણ આપ્યું છે.
ભૂતની અફવાથી આશ્રમશાળા ખાલી, 600 વિદ્યાર્થીઓ ઘરે પરત
Source: BBC Gujarati