મોરબીના જેતપર ગામે વીજથાંભલા વિરોધી આંદોલન દરમિયાન 17 સપ્ટેમ્બરે પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનાં પૂતળાં બાળવાના આરોપમાં પોલીસે ખેડૂત આગેવાન નેહુલ અમૃતિયા સહિત 21 લોકો સામે ફરિયાદ નોંધી છે. ખેડૂતો જૂનથી વળતર માંગે છે. અમૃતિયાએ કહ્યું કે પોલીસે જાણ કરી નથી, આંદોલન ચાલુ રહેશે.
મોરબીમાં મોદી-શાહનાં પૂતળાં બાળવા મામલે 21 ખેડૂતો સામે ફરિયાદ
Source: BBC Gujarati