ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ભાવનગરના મહુવામાં 4.13 ઇંચ અને રાજકોટના ગોંડલમાં 3.62 ઇંચ વરસાદ પડ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 88% વરસાદ નોંધાયો છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 113%થી વધુ અને કચ્છમાં 58% જેટલો વરસાદ થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે-ત્રણ દિવસમાં રાજસ્થાન, પંજાબ અને સૌરાષ્ટ્ર-કચ્છમાંથી ચોમાસું વિદાય લેવાનું શરૂ કરશે.
ગુજરાતમાં હજુ વરસાદ, બે-ત્રણ દિવસમાં ચોમાસું વિદાય લેશે
Source: BBC Gujarati